img
Directory

Members Data Form

Privacy Policy

સમાજના તમામ સભ્યોને સંદેશ

સમાજ દ્વારા, પરસ્પર સંપર્ક વધુ મજબૂત બને, સભ્યો વચ્ચે નેટવર્કિંગ વધે, એકબીજાના વિકાસમાં સહકાર મળે અને સમાજના સભ્યો તથા તેમના પરિવારની માહિતી સમયાંતરે અપડેટ રહે તે હેતુથી એક સુરક્ષિત ડિજિટલ પ્લેટફોર્મ અને મેમ્બર ડિરેક્ટરી વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે.

પોર્ટલ પર ઉપલબ્ધ પ્રાથમિક માહિતી મુખ્યત્વે સત્તાવાર રીતે પ્રકાશિત થયેલ 2024 Community Members Directory તથા સમયાંતરે સભ્યો દ્વારા સ્વૈચ્છિક રીતે આપવામાં આવેલી માહિતીના આધારે તૈયાર કરવામાં આવી છે.

સભ્યો દ્વારા આપવામાં આવેલી માહિતીમાં નીચે મુજબની વિગતો સામેલ હોઈ શકે છે:

  • સભ્ય અને પરિવારના નામ
  • સંપર્ક નંબર
  • સરનામાની માહિતી
  • પરિવારના સંબંધોની માહિતી
  • વ્યવસાય / પ્રોફેશનની વિગતો
  • શૈક્ષણિક અથવા વ્યાવસાયિક માહિતી
  • સમાજ સંબંધિત અન્ય સ્વૈચ્છિક માહિતી

અમારી તમામ સભ્યોને વિનંતી છે કે તેઓ પોતાની પ્રોફાઇલની વિગતો ધ્યાનપૂર્વક ચકાસી અને જરૂરી સુધારા / અપડેટ કરે. માહિતીની ચોકસાઈ, પ્રાઇવસી અને સભ્યોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અન્ય સભ્યોની વિગતવાર માહિતીનો પ્રવેશ હાલ તાત્કાલિક રીતે 10 જૂન 2026 સુધી મર્યાદિત રાખવામાં આવશે.

આ સમયગાળા દરમિયાન સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ:

પોતાની અને પરિવારની વિગતો ધ્યાનપૂર્વક ચકાસે
ખોટી અથવા અધૂરી માહિતી સુધારે
વ્યવસાય અને પ્રોફેશનની માહિતી ઉમેરે અથવા સુધારે. ખાસ કરીને સભ્યોને વિનંતી છે કે તેઓ પોતાના બિઝનેસ, પ્રોફેશન, કુશળતા (Expertise) અને સેવાઓની વિગતવાર માહિતી ઉમેરે, જેથી સમાજમાં પરસ્પર નેટવર્કિંગ, સહકાર અને વિકાસને પ્રોત્સાહન મળે.
કઈ માહિતી દેખાડવી અને કઈ Hide રાખવી તે પસંદ કરે (તે માટે વેબસાઇટમાં વિકલ્પ ઉપલબ્ધ છે)

સમાજનું આ પોર્ટલ ટેકનિકલ તૈયારીઓ અને વહીવટી મંજૂરીને આધિન રહી 10 જૂન 2026 પછી કોઈપણ સમયે સભ્યો માટે સંપૂર્ણ રીતે કાર્યરત અને ઉપલબ્ધ કરવામાં આવશે.

આ પ્લેટફોર્મ એ દ્રષ્ટિ સાથે બનાવવામાં આવ્યું છે કે સમાજના સભ્યો પરસ્પર જોડાઈ શકે, એકબીજાને સહયોગ આપી શકે અને ગૌરવ, વિશ્વાસ, પ્રાઇવસી અને પરસ્પર સન્માન જાળવીને સાથે આગળ વધી શકે.

જ્યારે વેબસાઇટ અને “DSV Ghatkopar App” નો સમાજના સભ્યો દ્વારા સક્રિય ઉપયોગ શરૂ થશે, ત્યારે સભ્યો ધીમે ધીમે આ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા મળતી વિવિધ સુવિધાઓ, લાભો અને નવી તકોનો અનુભવ કરી શકશે.

તેની સાથે સમાજનું સંચાલન તંત્ર સમયાંતરે નિયમિત સુધારા, નવી સુવિધાઓ અને ટેક્નોલોજીકલ અપડેટ્સ કરતું રહેશે, જેથી આ પ્લેટફોર્મ તમામ સભ્યો માટે વધુ ઉપયોગી, સુરક્ષિત, સરળ અને લાભદાયક બની શકે.

સમાજ તમામ સભ્યોના રચનાત્મક સૂચનો, પ્રતિસાદ અને સહકારનું હાર્દિક સ્વાગત કરે છે, જેથી આ ડિજિટલ પહેલ સમાજના સર્વાંગી વિકાસ અને ભવિષ્યના હિત માટે સતત વધુ ઉત્તમ બની શકે.

તમામ સભ્યોના સતત સહકાર, સમજણ, વિશ્વાસ અને સમર્થન બદલ અમે હૃદયપૂર્વક આભારી છીએ.

ચાલો સાથે જોડાઈએ, સાથે વિકાસ કરીએ અને સાથે સમૃદ્ધ બનીએ.

આભાર

જયેન્દ્ર કાચલીયા
પ્રમુખ



પ્રાઇવસી પોલિસી ( Privacy Policy) અને સભ્યોની માહિતી સુરક્ષા સૂચના

અમલ તારીખ: 21 મે 2026
લાગુ પડે છે: કમ્યુનિટી ડિજિટલ ડિરેક્ટરી અને વેબસાઇટ પોર્ટલનો ઉપયોગ કરતા તમામ સભ્યો માટે

1. પરિચય

આપણા કમ્યુનિટી સભ્યો વચ્ચે વધુ સારો સંપર્ક, Networking, પરસ્પર વિકાસ અને સભ્યો તથા તેમના પરિવારની Updated માહિતી જાળવી રાખવા માટે આપણે એક સુરક્ષિત Digital Platform અને Member Directory Website તૈયાર કરી છે.

આ Privacy Policy દ્વારા સભ્યોની માહિતી કેવી રીતે એકત્રિત કરવામાં આવે છે, સાચવવામાં, ઉપયોગમાં, Update કરવામાં અને સુરક્ષિત રાખવામાં આવે છે તેની માહિતી આપવામાં આવી છે.

કમ્યુનિટીની Website અને Directory Portal નો ઉપયોગ કરીને સભ્યો આ Policy ની સ્વિકૃતિ આપે છે.

2. માહિતીનો સ્ત્રોત

Portal પર ઉપલબ્ધ, શરૂઆતની સભ્યોની માહિતી મુખ્યત્વે સત્તાવાર રીતે પ્રકાશિત થયેલ 2024 Community Members Directory અને સભ્યો દ્વારા સમયાંતરે સ્વૈચ્છિક રીતે આપવામાં આવેલી માહિતી, પરથી લેવામાં આવી છે.

આ માહિતીમાં નીચે મુજબની વિગતો સામેલ હોઈ શકે છે:

  • સભ્ય અને પરિવારના નામ
  • Contact Numbers
  • Address Details
  • પરિવારના સંબંધોની માહિતી
  • Business / Profession Details
  • Educational અથવા Professional Information
  • અન્ય કમ્યુનિટી સંબંધિત માહિતી જે સભ્યોએ સ્વૈચ્છિક રીતે આપી હોય
3. Platform નો હેતુ

Community Portal નીચેના હેતુઓ માટે બનાવવામાં આવ્યો છે:

  • Updated Community Database જાળવવા
  • સભ્યો વચ્ચે સંપર્ક અને જોડાણ વધારવા
  • સભ્યો વચ્ચે સરળ Communication સુલભ બનાવવા
  • Professional, Social અને Business Networking ને પ્રોત્સાહન આપવા
  • વ્યવસાય અને પ્રોફેશનની માહિતી ઉમેરે અથવા સુધારે. ખાસ કરીને સભ્યોને વિનંતી છે કે તેઓ પોતાના બિઝનેસ, પ્રોફેશન, કુશળતા (Expertise) અને સેવાઓની વિગતવાર માહિતી ઉમેરે, જેથી સમાજમાં પરસ્પર નેટવર્કિંગ, સહકાર અને વિકાસને પ્રોત્સાહન મળે.
  • કઈ માહિતી દેખાડવી અને કઈ Hide રાખવી તે પસંદ કરે (તે માટે વેબસાઇટમાં વિકલ્પ ઉપલબ્ધ છે)
  • કમ્યુનિટીમાં પરસ્પર વિકાસ અને સહકાર વધારવા
  • સભ્યોને પોતાની માહિતી Update અને Manage કરવાની સગવડ આપવા

Portal પર ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ માત્ર યોગ્ય Community Interaction માટે જ કરવો. તેનો Commercial Use, Misuse, Harassment, Political Activity અથવા Unauthorized Circulation માટે ઉપયોગ કરવો નહીં.

4. સભ્યોનો પોતાની માહિતી પર અધિકાર

કમ્યુનિટી દરેક સભ્યની, Privacyનો અને પસંદગીનો, સન્માન કરે છે.

તે મુજબ:

  • દરેક સભ્યને પોતાના Family Profile અને સંબંધિત માહિતી જોવા મળશે
  • સભ્યો પોતાની માહિતી ક્યારે પણ Review, Update, Correct અથવા Modify કરી શકશે
  • સભ્યો ઈચ્છે તો કેટલીક Personal Details અન્ય સભ્યો માટે Hide અથવા Restrict કરી શકશે
  • સભ્યો પોતાની Privacy Preferences સમયાંતરે બદલાવી શકશે
  • સભ્યોને વિનંતી છે કે Portal પરની માહિતી હંમેશા સાચી અને Updated રાખે.
5. Access અને Security Measures

સભ્યોની માહિતી સુરક્ષિત રહે અને Unauthorized Access ન થાય તે માટે કમ્યુનિટીએ યોગ્ય Security Measures અપનાવ્યા છે.

હાલમાં તેમાં સમાવેશ થાય છે:

  • OTP આધારિત Login Authentication
  • માત્ર Verified Members માટે Access
  • Controlled Database Visibility
  • Internal Access Management Protocols
  • સમયાંતરે Security Monitoring અને Review

Portal નો Access માત્ર OTP Authentication દ્વારા Verified Members ને જ આપવામાં આવશે. કોઈ બહારની વ્યક્તિ અથવા Unauthorized Person ને Member Database નો Access આપવામાં આવશે નહીં.

કમ્યુનિટી સંપૂર્ણ સુરક્ષા માટે તમામ યોગ્ય પ્રયત્નો કરે છે, તેમ છતાં સભ્યોને પણ પોતાના Login Details, Devices અને Personal Information સુરક્ષિત રાખવા વિનંતી છે.

6. 10 જૂન 2026 સુધી મર્યાદિત Access

માહિતીની ચોકસાઈ, Privacy અને સભ્યોની સુવિધાને ધ્યાનમાં રાખીને અન્ય સભ્યોની વિગતવાર માહિતીનો Access હાલ 10 જૂન 2026 સુધી મર્યાદિત રાખવામાં આવશે.

આ સમય દરમિયાન સભ્યોને વિનંતી છે કે:

  • પોતાની અને પરિવારની માહિતી ધ્યાનપૂર્વક તપાસે
  • ખોટી અથવા અધૂરી માહિતી Update કરે
  • જરૂરી હોય ત્યાં Business અને Professional Details ઉમેરે અથવા સુધારે
  • કઈ માહિતી Public રાખવી, (જે Community ના બીજા મેમ્બર્સ જોઇ શકે) અને કઈ Private રાખવી તે પસંદ કરે

Community Portal 10 જૂન 2026થી સંપૂર્ણ રીતે કાર્યરત અને સભ્યો માટે ઉપલબ્ધ થવાની શક્યતા છે.

7. સભ્યોની જવાબદારી

Platform નો ઉપયોગ કરતા સભ્યો સહમત થાય છે કે તેઓ:

  • Portal પરની માહિતીનો સન્માનપૂર્વક અને જવાબદારીથી ઉપયોગ કરશે
  • Member Data ને Copy, Distribute, Publish, Sell અથવા Misuse નહીં કરે
  • Directory નો ઉપયોગ Spam, Unsolicited Marketing, Political Messaging અથવા કોઈ ગેરકાયદેસર હેતુ માટે નહીં કરે
  • OTP અથવા Unauthorized Access કોઈ Third Party સાથે Share નહીં કરે

આ નિયમોનો ભંગ થાય તો કમ્યુનિટી દ્વારા Access Suspend અથવા Restrict કરવામાં આવી શકે છે તથા જરૂરી કાર્યવાહી થઈ શકે છે.

8. માહિતીની ચોકસાઈ

માહિતી સાચી અને સમયાંતરે અપડેટ રહે તે માટે સતત પ્રયત્ન કરવામાં આવે છે. તેથી સભ્યોને વિનંતી છે કે તેઓ સમયાંતરે પોતાની પ્રોફાઇલ ચકાસી અને જરૂરી સુધારા / અપડેટ કરતા રહે.

9. માહિતીમાં ફેરફાર અથવા દૂર કરવાની વિનંતી

સભ્યો નીચે મુજબની વિનંતી કરી શકે છે:

  • ખોટી માહિતી સુધારવા
  • Display થતી માહિતીમાં ફેરફાર કરવા
  • કેટલીક માહિતીની Visibility Restrict કરવા
  • શક્ય હોય ત્યાં કેટલીક માહિતી Remove કરવા

આવી વિનંતીઓ Administrative Verification અને Operational Requirements મુજબ પ્રક્રિયા કરવામાં આવશે.

10. Policy માં ફેરફાર

કમ્યુનિટી સભ્યોના હિત, Operational Requirements, Legal Compliance અથવા Technological Improvements ને ધ્યાનમાં રાખીને આ Privacy Policy માં સમયાંતરે ફેરફાર, સુધારા અથવા Update કરવાનો અધિકાર રાખે છે.

Updated Versions સમયાંતરે Website પર Publish કરવામાં આવશે.

11. Community Mobile Application – “DSVGhatkopar”

સભ્યોની સુવિધા માટે કમ્યુનિટીએ “DSVGhatkopar” નામની Official Mobile Application પણ તૈયાર કરી છે.

આ Mobile App Community Website જેવી જ રીતે કાર્ય કરે છે અને સભ્યોને પોતાના Mobile દ્વારા સરળતાથી Community સંબંધિત માહિતી મેળવવાની સુવિધા આપે છે.

App માં મુખ્યત્વે નીચેની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે:

  • સભ્ય અને પરિવારની માહિતી જોવી અને Update કરવી
  • Privacy Preferences Manage કરવી
  • Community સંબંધિત માહિતી મેળવવી
  • Business અને Professional Profiles Update કરવી
  • Community Networking અને Engagement વધારવું

Website માટે લાગુ પડતી તમામ Privacy Protections, Access Controls, OTP Authentication અને Data Protection Measures App પર પણ લાગુ પડશે.

તમામ સભ્યોને વિનંતી છે કે તેઓ DSV Ghatkopar App Download કરીને તેનો રચનાત્મક અને વ્યાપક ઉપયોગ કરે જેથી કમ્યુનિટીમાં Communication, Networking અને Mutual Support વધુ સરળ અને અસરકારક બની શકે.

અમને વિશ્વાસ છે કે તમામ સભ્યોના સહકાર અને સક્રિય ભાગીદારીથી આ Digital Initiative સમગ્ર કમ્યુનિટીના હિતમાં સફળ બનશે.


Continue